પૂર્વ કેન્દ્રીય પ્રધાન રઘુવંશ પ્રસાદનું રવિવારે અવસાન થઇ ગયુ છે. તેમને ફેફસામાં સંક્રમણને લઇને દિલ્હી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ રઘુવંશ પ્રસાદ સિંહની હાલત વધુ બગડતા તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા.
ત્રણ દિવસ પહેલા તેમણે લાલુ પ્રસાદ યાદવને પત્ર લખ્યો હતો અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) થી રાજીનામું આપ્યું હતું. તેમના મૃત્યુ પર જેડીયુ નેતા કેસી ત્યાગીએ શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યુ કે, આ રાજકારણનું સૌથી મોટું નુકસાન છે.
બે દિવસ પહેલા એમ્સમાં તેમની તબિયત બગડી હતી. ચેપ વધુ તીવ્ર બન્યો હતો અને શ્વાસ લેવામાં તકલીફ થયા પછી તેમને વેન્ટિલેટર સપોર્ટ પર મૂકવામાં આવ્યા હતા. કોરોના પોઝિટિવ બન્યા બાદ પટનાનાં એઇમ્સ ખાતે તેમની સારવાર કરવામાં આવી હતી. સ્વસ્થ થયા પછી, તેમને પોસ્ટ કોવિડ મર્જની સારવાર માટે દિલ્હી એઇમ્સ લઈ જવામા આવ્યા હતા. માત્ર ત્રણ દિવસ પહેલા તેમણે આરજેડીની પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામું આપ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન