પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવાઇ છે ત્યારે ભાજપમાં આઠ બેઠકો પરના ઉમેદવારોની સાથે સાથે સંગઠન સંરચના મુદ્દે પણ નામોની અટકળો ચાલી રહી છે. જોકે સંગઠન સંરચના અને પેટા ચૂંટણીના સંભવિત ઉમેદવારો મુદ્દે પ્રદેશ પ્રમુખ સર્વે કરાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રદેશપ્રમુખ આર પાટીલે શરૂ કરાયેલા આ સર્વેમાં બુથ લેવલથી કામગીરીની નોંધ લેવામાં આવી રહી છે. પ્રદેશ સંગઠનમાં સ્થાન મેળવવા માગતા નેતાઓ અને કાર્યકર્તાઓ માટે બુથ લેવલ ની કામગીરી મહત્વની રહેશે. આ સર્વેમાં વર્ષ ૨૦૦૭ અને વર્ષ ૨૦૧૨ની ચૂંટણી ના પરિણામ અને ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે. આ બંને ચૂંટણીમાં જે નેતા પોતાના જ વિસ્તારના બૂથ પર ભાજપને મત અપાવવામાં નિષ્ફળ ગયા હોય તો તેવા નેતાઓને સંગઠનમાં કે પછી અન્ય કોઈપણ હોદ્દા પર નિમણુક નહીં અપાય.
આ માટે રાજ્યભરમાં પ્રદેશ પ્રમુખ બુથ લેવલથી ખાસ સર્વે કરાવી રહ્યા છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સર્વે પૂર્ણ કરી દેવાયો છે અને ઉત્તર ગુજરાતમાં હાલ સર્વે ચાલી રહ્યો છે પેટા ચૂંટણીના ઉમેદવારોની પસંદગીના મામલે પણ પ્રદેશ પ્રમુખે આ જ સર્વે નો આધાર લીધો હોવાનું જાણવા મળ્યું છે. પેટા ચૂંટણીના ઉમેદવારો મુદ્દે ભાજપે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હોવાનું અને ભાજપ પેટાચૂંટણી માટે સંપૂર્ણપણે સજ્જ હોવાનું જાણવા મળ્યું છે. સર્વેમાં સામે આવતી વિગતો અને આંકડાઓ ના સંગ્રહ માટે ખાસ સોફ્ટવેર પણ તૈયાર કરાયો છે જેમાં મતદારોના નામ થી માંડીને બુથ સહિતની તમામ વિગતોનો ડેટા એકત્ર કરાઇ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.