અમદાવાદઃ મંગળવારે કાગવડમાં ખોડલધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મોહત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. આ મોહત્સવની શરૂઆત રાજકોટથી નીકળનારી શોભાયાત્રાથી થવાની છે. રાજકોટથી નિકળનાર શોભાયાત્રા 40 કિમીનું અંતર કાપીને કાગવડ ખાતે પહોંચશે. આ સાથે જ પાંચ દિવસીય મોહત્સવનો પ્રારંભ થશે.
ખોડલધામ ખાતે મંગળવારથી શરૂ થઇ રહેલા પ્રાણ પ્રતિષ્ઠાને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. આ મહોત્સવમાં લાખો પટેલ સમાજના લોકો હાજર રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજકીય પ્લેટફોર્મ ના બની જાય એટલા માટે રાજ્યના સીએમ વિજય રૂપાણીને આમંત્રણ નથી આપવામાં આવ્યું. તો જાહેર જનતા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.
પાંચ દિવસ સુધી ચાલનાર મહોત્સવમાં અનેક વિધ કાર્યક્રમો યોજાશે. જેની શરુઆત રાજકોટથી નિકળનાર શોભાયાત્રાથી થશે. આ ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટેની શોભાયાત્રા મંગળવારે બપોર સુધીમાં કાગવડ ગામે પહોંચશે. ગામેગામથી આવેલી 21 મૂર્તિઓની આ શોભાયાત્રામાં લાખો શ્રધ્ધાળુઓ જોડાશે. 7 હજાર બાઈક, 4 હજાર કાર, 200 બસ, ફ્લોટ્સનો કાફલો આ શોભાયાત્રામાં જોડાશે.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડવાના હોય સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સિક્યરિટી માટે 1100 પોલીસકર્મીઓ મંદિરમાં 150 સીસીટીવી કેમેરા, 55000 હજાર જેટલા સુરક્ષા કર્મીઓ ખડેપગે રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહોત્સવમાં અંદાજે દર બે કલાકે 2 લાખ લોકો પરસાદ લેશે.