બોલિવૂડની સુંદર અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા કોરોના સંકટકાળ વચ્ચે પૂરો સમય તેના પતિ જેન ગુડઇનફ સાથે વિતાવી રહી છે. આ સાથે તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર પતિ સાથેનાં તેના ફોટા પોસ્ટ કરતી રહે છે. હવે તેણે એક ફની વિડીયો શેર કર્યો છે, જેમાં તેનો પતિ અને પેટ ડોગ બ્રૂનો અજીબ હરકતો કરતા જોવા મળી રહ્યા છે.
આ વિડીયોમાં પ્રીતિનાં પતિ ડોગ બ્રૂનોની નકલ કરતા જોવા મળી રહ્યા છે. પ્રીતીએ જણાવ્યુ છે કે આ ક્વોરેન્ટાઇની આડઅસરો છે. વિડીયોમાં જેન બ્રૂનો સાથે સોફા પર બેઠો છે. પ્રીતિ ખઇક કહી રહી છે જેના પછી જેન અને બ્રૂનો કેમેરાની સામે એક જેવા એક્સપ્રેસન કરવાનું શરૂ કરે છે. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડીયો શેર કરતાં પ્રીતિએ એક મજેદાર કેપ્શન આપ્યું છે.
પ્રીતિએ મજાકમાં લખ્યું, ક્વોરેન્ટાઇનની આડઅસર. આશા છે કે, જ્યારે બધું ખતમ થઈ જશે ત્યારે અમે માનસિક રીતે સ્વસ્થ થઈ જઇશું. અને આશા રાખીશ કે આ તમારા ચહેરા પર સ્મિત લાવશે જો તમે ઘરમાં તણાવ અને ચિંતમાં છો. 82 દિવસ. પતિ પરમેશ્વર. પ્રીતિનો આ વિડીયો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.