કેદારનાથ ફિલ્મથી સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મનું પહેલું પોસ્ટર સુશાંત સિંહ રાજપૂતે ટ્વિટર પર શેર કર્યું હતુ.
સુશાંત સિંહે આ પોસ્ટર શેર કરી તેના કેપ્શનમાં ‘વિશ્વાસ અને પ્રેમની એક સફર’ શબ્દો લખ્યા છે. ફિલ્મના પોસ્ટરમાં કેદારનાથમાં વર્ષ 2013માં થયેલી ત્રાસદીની એક ઝલક જોવા મળે છે. પોસ્ટરમાં ચોતરફ પાણી વચ્ચે એક કૂલી જોવા મળે છે. ફિલ્મની શૂટિંગ શરૂ થઈ ચુકી છે.