બનાસકાંઠા એક સાથે 11 સગર્ભા મહિલાઓના રિપોર્ટ પોઝિટિવ આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. તમામ સગર્ભા મહિલાઓમાં કોરોનાનાં ગંભીર લક્ષણો દેખાતા મહિલાઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાઈ છે.
આ તમામ સગર્ભા મહિલાઓનાં રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ તમામ ને બનાસકાંઠા જીલ્લા મથક સિવિલ હોસ્પિટલની COVID-19 હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. જો કે, એક સાથે 11 સગર્ભા મહિલાનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખડભડાટ મચી જવા પામ્યો છે અને પરીક્ષણ પર શંકાની સોય જોવામાં આવી રહી છે.
અચાનક પરીક્ષણમાં અધધધ 11 સગર્ભા મહિલાનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જનતાએ મેડિકલ વિભાગની કામગિરી પર આક્ષેપ લગાવ્યા છે. સગર્ભા મુદ્દે હકીકતના મૂળ સુધી પહોંચવા તંત્રએ તાકીદે કાર્યવાહી હાથ ધરી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….