ગુજરાતમાં સતત કોરોના પોઝિટીવની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના બોમ્બ ફૂટ્યો છે. એક સાથે કોરોનાના 9 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેમાં દિયોદરમાં 7 લાખણીમાં 1 અને ડીસા 1માં કેસ સામે આવ્યો છે. કોરોનાના 9 કેસ સામે આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા નવા 9 કેસ સાથે પોઝિટીવ કેસનો કુલ આંક 125 પર પહોંચ્યો છે.
રાજ્યમાં ગઈ કાલે કોરોના વાયરસના વધુ 415 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 279 પોઝિટીવ કેસ નોંધાયા છે. તેની સાથે જ રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો વધીને 17,632 પર પહોંચ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 1,114 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 29 લોકોના મોત થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.