બનાસકાંઠા છેલ્લા બે દિસથી ભારેથી અતિ ભારે વરસાદને લઈને બેહાલ થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક તાલુકાઓમાં લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો જિલ્લા અને અનેક તાલુકાઓના મુખ્ય રસ્તાઓ પર પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે..પરંતુ ઘરોમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે ખૂટી પડતા લોકોને ઘુંટણસમા પાણીમાં થઈને વસ્તુઓ લેવા માટે બહાર નીકળવું પડી રહ્યું છે. બનાસકાંઠામાં મોટા ભાગના તાલુકાઓની સ્થિતિ આવી જ છે. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ભારે વરસાદના પગલે નદીનો પ્રવાહ ચાલું થયા છે. જેના કારણે નદીના પાણી સોસાયટીઓમાં ઘુસ્યા છે. લોકોને નીચાવાળા સ્થળોથી સુરક્ષીત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
જયારે ધાનેરા શહેર પણ અતિભારે વરસાદના લીધે બેટમાં ફેરવાઈ ગયું છે..તેમજ એનડીઆરએફની ટીમે 32 વ્યક્તિઓને બચાવી સલામત સ્થળે ખસેડ્યા છે…જયારે પોશીનાની સેઇ નદી બે કાંઠે વહી રહી છે…લાખણી તાલુકાના જસરા ગામના 150 વધુ પરીવારોને સ્થળાંતર કરવામાં આવ્યા છે…વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે…લાખણીના નાણી ગામે 130 પરિવારના 456 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે….બાલારામ અને અમીરગઢ પાસે બનાસ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા 20 ગામોના 945 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે…તેમજ કાણોદર પાસે પાણી ભરાતાં પાલનપુર–અમદાવાદ હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો…જયારે ભારે વરસાદના પગલે અમીરગઢ તાલુકાના 10 ગામો સંપર્ક વિહોણા બન્યા છે..તેમજ કાંકરેજના સમનવા ગામે ટ્રેક્ટર અંડરબ્રિજમાં ફસાતાં 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે..જિલ્લામાં વધુ વરસાદના લીધે 150થી વધુ તરવૈયાઓ તૈનાત કરવામાં આવ્યા છે.
તો આ તરફ બનાસકાંઠામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે…ભારે વરસાદના પગલે કેનલો ઓવરફ્લો થઈ છે…જેમાં ડીસાના આસેડામાં દાંતીવાડા કેનાલ ઓવરફ્લો થઈ છે..તો આ તરફ કેનાલનું પાણી ખેતરોમાં ઘૂસતા લોકો બેહાલ બન્યા છે…જયારે આસેડા ગામમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા ઘરોમાં અને ખેતરોમાં પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
હવામાનની આગાહીના પગલે સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે..ત્યારે ડીસામાં પણ ભારે વરસાદ થયો છે…વધુ વરસાદના લીધે રેલવે લાઈનના પાટા ધોવાઇ ગયા છે…જયારે ડીસાના રામપુરા પાસે રેલવેના પાટા એક ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયા છે…આશરે ૫ કિલોમીટર સુધી રેલ્વે લાઈનના પાટા પર પાણી ફરી વળ્યું છે…તો બીજી તરફ બનાસકાંઠા જીલ્લામાં પણ રેલ્વે લાઈનમાં પાણી ભરાતા રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો છે.
પાટણમાં છેલ્લા ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે..જેના કારણે શહેર જળબંબોળ થઇ ગયું છે. ત્યારે ભારેથી અતિ ભારે વરસેલા વરસાદના પગલે જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે. પાટણમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે પવન સાથે સાત ઇંચ જેટલો વરસાદ વરસતા જન જીવન અસ્થ વ્યસ્થ બની ગયું છે શહેરના નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાઈ ગયું છે તો શહેરનું આનંદ સરોવર પણ ઓવરફલો થઇ જતા આસપાસની સોસાયટીઓમાં પાણી ઘુસી ગયા છે. રેલ્વે ગરનાળાથી લઇ હાઇવે ચાર રસ્તા તરફ જવાનો માર્ગ પાણી ભરવાના કારણે બંધ કરી દેવાયો છે જો કે વહીવટી તંત્ર દ્વારા વરસાદ પૂર્વે કરવામાં આવેલ પ્રિ-મોનસુન પ્લાન માત્ર કાગળ જોવા મળી રહ્યો છે અને લોકો વરસાદી આફતથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે તો સાથેજ જીલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા સાંતલપુર વારાહી રાધનપુર માં પણ ભારે વરસાદ ના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે.