બનાસકાંઠા દિયોદર નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ટ્રેકટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે બે લોકો ઘાયલ થયા છે. અકસ્માત સર્જાયા બાદ ટ્રેકટર ચાલક ફરાર થઇ ગયો હતો. હાલ બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ શરૂ કરી ટ્રેકટર ચાલક ની શોધખોળ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.