પાટણ,
પાટણના બાલીસણા નજીક સોની વેપારી સાથે લુંટની ઘટના બની હતી. વેપારીની કારને આંતરીને લુંટારુઓએ લુંટ ચલાવી હતી. વેપારીની આંખમાં મરચાની ભુકકી નાંખી લુંટ ચલાવી હતી. રૂપિયા 50 લાખથી વઘુની લુંટ થઇ 1.50 કીલો સોના સાથે રુપિયા 12 લાખ રોકડની લુંટ થઇ. ત્યારે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.