સુરતઃ અડાજણમાં આમ્રાલી રો-હાઉસમાં ચાલતી મહેફીલ પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ રેડમાં 10 લોકોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા લોકોમાં સરકારી અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. બાળકના જન્મ દિવસના બહાનાના નામે માણી રહ્યા હતા મહેફીલ ત્યારે પોલીસે દરોડો પાડ્યો હતો. ઝડપાયેલા તમામ લોકોને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
અડાજણ વિસ્તારની આમ્રપાલી સોસાયટીમાં પોલીસે મોડી રાત્રે દરોડા પાડી દારૂની મહેફિલ માણતા શખ્સોને ઝડપી પાડ્યાં હતાં. બાતમીના આધારે પોલીસે રેડ કારી હતી. જેમાં જેમાં સરકારી કર્મચારી સહિત વિનોદ મૈસુરીયા નામનો કર્મચારી દારૂની મહેફિલ માણતા રંગે હાથે ઝડપાઇ ગયો હતો. કુલ દસ લોકોની પોલીસે ધરપકજ કરી હતી. મહેફિલ કરનારાઓએ સમાજની મીટિંગ છે કહી દારૂની મહેફિલ માણતા હતાં. ઝડપાયેલા તમામને હાલ સિવિલ હોસ્પિટલમાં પરીક્ષણ માટે લાવીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.