ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના ઉમેદવારોની યાદીને અંતિમ રૂપ આપ્યું નથી. ભાજપના સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (સીઈસી) ની શનિવારે એટલે કે તેના ઉમેદવારોના નામની ચર્ચા કરવા બેઠક મળી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બેઠકમાં ભાગ લેવા માટે ભાજપના મુખ્યાલય પહોંચ્યા છે.
બિહાર વિધાનસભાની આગામી ચૂંટણી માટે ભાજપ સીઈસીની આ બીજી બેઠક છે. નોંધપાત્ર વાત એ છે કે, બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની ઉમેદવારી નોધવા માટેની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર હતી અને આ સમયગાળા દરમિયાન 1357 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. પ્રથમ તબક્કા માટેના ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ 9 ઓક્ટોબરના રોજ થશે. અને 12 ઓક્ટોબર સુધીમાં નામ પાછા ખેંચી શકાશે. તે જ સમયે, બીજા તબક્કાની નામાંકન પ્રક્રિયા 9 ઓક્ટોબરથી શરૂ થઈ છે.
Delhi: PM Narendra Modi arrives at BJP headquarters for Central Election Committee (CEC) meeting#BiharElections https://t.co/fc3le31hzs pic.twitter.com/iMfZQWgdYs
— ANI (@ANI) October 10, 2020
બિહાર વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાશે. બીજા તબક્કામાં 17 જિલ્લાના વિધાનસભા મત વિસ્તારો માટે મતદાન કરવામાં આવશે. 16 ઓક્ટોબર સુધીમાં ઉમેદવારી પત્ર ભરી શકાશે. જ્યારે 17 ઓક્ટોબરે નામાંકન પત્રની તપાસ કરવામાં આવશે. જ્યારે 19 ઓક્ટોબરે નામ પાછા ખેંચી શકાશે. આ તબક્કા માટે 3 નવેમ્બરના રોજ મતદાન યોજાશે. અને ત્રીજા તબક્કામાં 7 નવેમ્બરના રોજ મતદાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.