નવી દિલ્હીઃ ઉડતી કારની પ્રી બુકિંગ શરૂ થઇ ગયાને થોડા દિવસો વિત્યા છે. ત્યાં તો આજે જર્મન કંપની બીએમડબ્યેં ફ્લાઇંગ બાઇકની બુકિંગ શરૂ કરી દીધી છે. કંપનીએ આના પર ઝડપથી કામ કરવાનું શરૂ કરી દીધું છે. કંપની બીએમડબ્લુએ એવા બાઇકનું મોડલ તૈયાર કરી લીધું છે કે જે ઉડવા માટે સક્ષમ છે.
મોડલ તૈયાર થઇ ગયું.
બીએમડબ્લુએ એક હોવર બાઇકનું મોડલ તૈયાર કર્યું છે. હોવર બાઇક કે હોવર બોર્ડ એવું ઉપકરણ છે. જે જમીનની અમુક ફીટ ઉચાઇ પર ચાલે છે. સરળ બાષામાં કહેવામાં આવે તો આ ઉપકરણ હવામાં ઉડે છે. બીએમડબ્લુએ આવું જ એક ઉપકરણ તૈયાર કરી લીધું છે.