નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરપ્રદેશ અને ઉતરાખંડ વિઘાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી છે. યૂપી ચૂંટણી માટે પહેલી યાદી 149 ઉમેદવારોની છે. જ્યારે ઉતરાખંડમાં 70 માથી 68 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
ઉતરાખંડમાં વિજય બહુગુણાના પુત્રને ટિકિટ આપવામાં આવી છે. હાલમાં જ કૉંગ્રેસમાથી બીજેપીમાં આવેલ યશપાલ આર્ય અને તેના પુત્રને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.