Not Set/ બૉલીવુડની સૌથી વધુ ગુસ્સાવાળી સેલેબ્રિટીઝ, જાણો કોણ છે

આદિત્ય નારાયણનું નામ હવે બૉલીવુડના એન્ગ્રી યંગ મેનની યાદીમાં શામેલ થયું છે. પીઢ ગાયક ઉદિત નારાયણ પુત્ર આદિત્ય આમ તો એકદમ કૂલ માનવામાં આવે છે, પરંતુ સોશ્યલમીડિયામાં વાઇરલ થયેલ એક વિડિઓમાં કોઈને પણ કલ્પના પણ ના થઇ હોય તેવું રૂપ આદિત્યનું જોવા મળ્યું છે. આ વિડિઓમાં આદિત્ય એરપોર્ટ પર એરલાઇનસ ના સ્ટાફ સાથે જગડતાં જોવા […]

Entertainment
news2305 બૉલીવુડની સૌથી વધુ ગુસ્સાવાળી સેલેબ્રિટીઝ, જાણો કોણ છે

આદિત્ય નારાયણનું નામ હવે બૉલીવુડના એન્ગ્રી યંગ મેનની યાદીમાં શામેલ થયું છે. પીઢ ગાયક ઉદિત નારાયણ પુત્ર આદિત્ય આમ તો એકદમ કૂલ માનવામાં આવે છે, પરંતુ સોશ્યલમીડિયામાં વાઇરલ થયેલ એક વિડિઓમાં કોઈને પણ કલ્પના પણ ના થઇ હોય તેવું રૂપ આદિત્યનું જોવા મળ્યું છે. આ વિડિઓમાં આદિત્ય એરપોર્ટ પર એરલાઇનસ ના સ્ટાફ સાથે જગડતાં જોવા મળે છે. આદિત્ય તેમની સાથે કોઈ બાબતમાં દલીલ કરે છે, અને પછી તેમને અત્યંત ખરાબ શબ્દોથી ધમકી આપે છે.

વરિષ્ઠ અભિનેતા ઋષિ કપૂર લોકોમા તેમના ગુસ્સાવાળા સ્વભાવ ના લીધે ખૂબ પ્રસિદ્ધ છે. ગયા વર્ષે ગણપતિ વિસર્જન દરમિયાન ઋષિ એક ફોટોગ્રાફર પર એટલા ભડકી ગયા હતા કે તેમને તેને ધક્કો મારી દીધો હતો. જોકે, પાછળથી તેમણે કહ્યું હતું કે તેઓ મુંબઈ પોલીસની જેમ ભીડને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં ઋષિની ગુસ્સાવાળા સ્વભાવની ઘણી ઘટનાઓ ચર્ચિત છે.

સલમાન ખાન હવે ભલે મિસ્ટર કૂલ તરીકે દેખાતા હોય પણ એક સમય એવો પણ હતો કે જયારે સલમાન ના ગુસ્સાથી ભલભલા ત્રાસી ગયા હતા. અનિલ કપૂરના બર્થડે પાર્ટી થી પાછા ફરતી વખતે સલમાને એક ફેન ને થપ્પડ મારી દીધી હતી. ફેન ની ભૂલ ખાલી એટલીજ હતી કે તેને સલમાન ને ગળે મળવાની કોશિશ કરી હતી.

આ યાદીમાં સૈફ અલી ખાન, ગોવિંદા અને રણબીર કપૂર જેવા સેલેબ્રિટીઝનો પણ શમાવેશ થાય છે.