૨૬ સપ્ટેમ્બર, ૧૯૬૨ના રોજ જન્મેલ ચંકીએ ૧૯૮૭ને બોલિવુડમાં આખરી પાસ્તાના નામે જાણીતો છે.ચંકી પાંડે મુંબઇમાં રહે છે.માતા ડાઇટોલોગ છે જયારે પિતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે ચંકી પાંડે એ 1988 ભાવના પાંડે સાથે મેરેજ કર્યા હતા તેને 2 પુત્રીઓ પણ છે..તો સિને જગતમાં કોમેડીયન તરીકે પ્રખ્યાત ચંકી પાંડેએ પહલાજ નિહલાણીની ફિલ્મ ‘આગ હી આગ’ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.ચંકી પાંડે ‘પાપ કી દુનિયા’ , ‘ખતરો કે ખિલાડી’, ‘જહરીલે’ અને ‘આંખે’ જેવી કેટલીય સુપરહિટ ફિલ્મ્સમાં કામ કર્યું છે.આ ઉપરાંત ચંકી પાંડેને ફિલ્મ ‘તેજાબ’ માટે ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.તો વર્ષ ૨૦૦૩માં ચંકી પાંડે ‘કયામત: સિટી અંડર થ્રીટ’ અને ‘એલાન’ જેવી ફિલ્મ્સ દ્વારા બોલિવૂડમાં પરત ફર્યા અને ત્યારબાદ તેમણે ‘ઓમ શાંતિ ઓમ’, ‘પેઇન્ગ ગેસ્ટ’, ‘હાઉસફુલ’, ‘હાઉસફુલ 2’ અને ‘બુલેટ રાજા’ જેવી કેટલીય ફિલ્મ્સમાં કામ કર્યું.