ભરૂચ જિલ્લા સહિત સંપૂર્ણ ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. જી હા પુષ્કળ પાણીની આવકનાં કારણે નર્મદા – સરદાર સરોવરનાં અધધધ દરવાજા ખોલવામાં આવ્યા અને દરવાજા ખોલવામાં આવતા ગુજરાતની જીવાદોરી નર્મદા ગાંડીતૂર જોવામાં આવી એક સમયે 35 ફૂટ પરા કરી ભરુચના ગોલ્ડન બ્રીજની લગોલગ જોવામાં આવેલ નર્મદાની જળ સપાટીમાં સતત ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે અને નર્મદા નદીની જળસપાટી 31.50 ફૂટેથી પણ નીચે પહોંચી ગઇ છે. નદીમાં પાણીનો પ્રવાહ ઘટતા ગોલ્ડન બ્રિજ પર વાહનવ્યવહાર પૂર્વારત થયો છે.
આપને જણાવી દઇએ કે, ભરૂચનાં નર્મદા ડેમની જળસપાટી 133.22 મીટરને પાર પહોંચી ગઇ છે. હાલ પણ ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવક અવિરત ચાલુ છે, સરકાર દ્વારા નર્મદા ડેમમાં પૂર્ણ ક્ષમતા સુધી પાણી સ્ટોર કરવાની મંજૂરી મળી જતા ડેમનાં અનેક દરવાજા બંધ કરવામાં આવ્યા છે. એક સમયે ડેમમાંથી 6.14 લાખ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું હતું અને નર્મદા ડેમના 23 દરવાજા 6 મીટર સુધી ખોલાયા હતા જેના કારણે નર્મદા નદીની જળસપાટી 34.44 ફૂટેથી વધુ પહોંચી ગઇ હતી.
હાલ નર્મદાની જળ સપાટીમાં સતત ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે અને નર્મદા નદીની જળસપાટી 31.50 ફૂટેથી પણ નીચે પહોંચી જતા ભરુચ માથેથી મોટું પૂરનું સંકટ ટળતું જોવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….