ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોરબંદરમાં “ગુજરાત ગૌરવ યાત્રા” ના બીજા તબક્કાને લીલી ઝંડી બતાવી હતી. આ પ્રસંગે શાહે વિકાસના મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસ પર પ્રતિક્રિયા આપતા શાહે કહ્યું,
- અમને કરફ્યુ મુક્ત ગુજરાત બનાવવાનું ગૌરવ છે.
- ભાજપના સત્તા પર આવ્યા બાદ ગુજરાતમાં રમખાણો પર લગામ લાગી છે.
- વડાપ્રધાન મોદીએ દિલ્હી જઈને ત્રણ વર્ષમાં દેશની આબરુ વધારવાનું કામ કર્યું છે.
- અમને દુષ્કળ મુક્ત ગુજરાતનું ગૌરવ છે.
- નાગરિકોને 24 કલાક વીજળી આપવાનું પણ ગૌરવ છે.
- “વિકાસ ગાંડો થયો છે” અંગે જણાવતા કહ્યું, જ્યારે મતદાનની ગણતરી કરવામાં આવશે ત્યારે મતદાન કર્યા બાદ લોકો તેમની (કોંગ્રેસ) મજાક કરશે.