નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરિઝની બીજી મેચ બેન્ગુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયાના 87 રનોની લીડના જવાબમાં ટીણ ઇન્ડિયાએ પોજિટિવ શરૂઆત કરી છે. લંચબ્રેક સુધીમાં ટીમ ઇન્ડિયાએ એક પણ વિકેટ ગુમાવ્યા વગર 35 રન બનાવી લીધા છે.
અભિનવ મુકુંદ 16 અને કે.એલ.રાહુલ 20 રન બનાવીને નોટઆઉટ છે. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રલિયાની લીડને 87 થી ઘટાડીને 49 પર પહોંચાડી દીધી છે. આ પહેલા ભારત તરફથી રવિંદ્ર જાડેજાએ સારી બોલિંગનું પ્રદર્શન કરતા 6 વિકેટ ઝડપી હતી.. જેને અત્યાર સુધીનું સોધી સારું પ્રદર્શન માનવામાં આવી રહ્યુ છે.