વોશિંગ્ટનઃ અમેરિકાએ ભારતમાં માનવાઅધિકારની મહત્વની સમસ્યાઓના રૂપામાં વિદેશમાંથી ફંડ મેળવનાર એનજીઓ અને ધાર્મિક સ્વતંત્રતા પર પ્રતિબંધ તથા ભ્રષ્ટાચાર અને પોલીસ અને સુરક્ષા બળોની અત્યાચારના ઉદાહરણ આપ્યા છે.
ટ્રંપ સરકારના શાસનકાળમાં પહેલાવાર આઇ વાર્ષિક કંટ્રી રિપોર્ટમમાં ઓન હ્યૂમન રાઇટ પ્રેક્ટિસજ 2016માં આ કારણોને ગણાવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, ગયા વર્ષે ભારતમાં લોકોના ગાયબ થવાની ઘટના, જેલોમાં ઘાતકી સ્થિતિ તથા અદાલતો કેસના બોજાના લીધે ન્યાયમાં વિલંબ માનવાધિકારની અન્ય સમસ્યાઓનો પણ સમાવેશ થાય છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, ‘સૌથી મહત્વપૂર્ણ માનવાધિકારની સમસ્યાઓમાં પોલીસ અને સુરક્ષા બળોના અત્યાચાર ગૈરકાયદેસર જીવ લેવો ઉત્પીડન,બળાત્કારનો સમાવેશ થાય છે‘ આ સમસ્યા વ્યાપક સ્તર પર બની છે. આના લીધે મહિલાઓ, બાળકો તથા અનુસૂચિત જાતિ અને જનજાતિઓ વિરુદ્ધ થનાર અપરાધ વિરુદ્ધ નિષ્પ્રભાવી કાર્યવાહીને બળ મળે છે. તે સિવાય સમામાજિક હિંસા એક સમસ્યા છે. જેમા લિંગભેદ, ધાર્મિક ભેદભાવ તમજ આંતરિક જાતિવાદનો પણ સમાવેશ થાય છે.