આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા બાબતોની સાથે સંકળાયેલી સંસ્થા અમેરિકન કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિઅસ ફ્રીડમ દ્વારા ધાર્મિક સ્વતંત્રતા બાબાતમાં 2004 થી ભારતનું સ્થાન રેન્કિગમાં સતત ઘટડવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં, અમેરિકન કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિઅસ ફ્રીડમએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ભારતના રેન્કિગનું પાછળ જવાનું કારણ નાગરિકત્વ સુધારણા અધિનિયમ અને દેશમાં મુસ્લિમો સાથે થતું ભેદભાવપૂર્ણ વર્તન છે. યુએસસીઆઈઆરએફએ તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે સરકાર મુસ્લિમો અને સમુદાયના અન્ય લોકો સામે હિંસક ઘટનાઓને રોકવામાં પણ નિષ્ફળ ગઈ છે.
ભારત સામે કરવામાં આવ્યા આવા આક્ષેપો
યુએસસીઆઈઆરએફ (યુનાઇટેડ સ્ટેટ્સ) એ તેના વાર્ષિક અહેવાલમાં પ્રસ્તાવ મૂક્યો છે કે ભારતને ‘વિશેષ ચિંતાનો દેશ’ તરીકે જોવો જોઈએ. આયોગે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે રાષ્ટ્રીય અને વિવિધ રાજ્ય સરકારોએ ધાર્મિક લઘુમતીઓ સામેના સતામણી અને હિંસાના દેશવ્યાપી અભિયાનોને મંજૂરી આપી છે. તેઓ તેમની સાથે હિંસા ચાલુ રાખે છે અને ઉશ્કેરણીની ભાવના ઉશ્કેરે છે. આ વિચારણાઓના આધારે, આ અહેવાલમાં યુએસસીઆઈઆરએફ ભારત માટે સીપીસી હોદ્દો આપવાની ભલામણ કરે છે.યુએસઆઈસીઆરએફે જણાવ્યું હતું કે ભાજપ શાસિત રાજ્યોમાં ટોળાની હિંસાના કિસ્સા વધુ જોવા મળ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખ્રિસ્તીઓ સામે હિંસામાં પણ વધારો થયો છે જ્યાં ઓછામાં ઓછા આવા 328 કેસ જોવા મળ્યા છે. ખ્રિસ્તીઓ પર બળજબરીથી ધર્મ પરિવર્તનનો આરોપ મૂકાયો હતો. આ હુમલા મોટે ભાગે પ્રાર્થના સભાઓમાં થયા છે અને આ કારણે, ચર્ચોનો મોટા પાયે નાશ કરવામાં આવ્યો હતો.
It has not been able to carry its own Commissioners in its endeavour. We regard it as an organization of particular concern and will treat it accordingly: Ministry of External Affairs https://t.co/ZCRaQ2O0AI
— ANI (@ANI) April 28, 2020
ભારતનો જવાબ
તે જ સમયે, આ અહેવાલ પછી ભારતીય વિદેશ મંત્રાલયે તેના જવાબમાં કહ્યું છે કે, અમે યુનાઇટેડ સ્ટેટ્સ કમિશને ભારતમાં આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગે રજૂ કરેલા વાર્ષિક અહેવાલને નકારી કાઢીઓ છીએ. ભારત સામે આ પક્ષપાતી અને વિવાદિત ટિપ્પણી છે જે નવી નથી. પરંતુ આ પ્રસંગે, તેમણે પોતાની ભૂલને નવા સ્તરે રજૂ કરી છે.
અગાઉ યુએસસીઆઈઆરએફના પ્રમુખ ટોની પર્કિંસે પણ દિલ્હીની હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પોતાના એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, “અમે ભારત સરકારને અપીલ કરીએ છીએ કે ટોળાની હિંસાનો ભોગ બનેલા મુસ્લિમો અને અન્ય જૂથોને સુરક્ષા પૂરી પાડવા માટે નક્કર પ્રયત્નો કરવા.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન