મોહમ્મદ શમીની પત્ની હસીન જહા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હસીન જહાં સોશિયલ મીડિયા પર તેના વીડિયો અને તસવીરો ઘણીવાર શેર કરતી રહે છે. આવી સ્થિતિમાં તેણે સોશિયલ મીડિયા પર એક નવી તસવીર શેર કરી છે, પરંતુ આ વખતે તેની તસવીરથી બધા ચોંકી ગયા છે. જહા એ સોશિયલ મીડિયા પર મોહમ્મદ શમી સાથેની એક તસવીર શેર કરી છે જેમાં બંને સાથે પોઝ આપતા નજરે પડે છે. હસીન જહાંએ આ તસવીર શેર કરીને લખ્યું છે કે, ‘કલ તુ કુછ થા તો મે પાક થી, આજ તુ કુછ બન ગયા તો મે નાપાક હો ગઈ, જૂઠ બુરખા ડાલ કર બેપર્દા સચ કો મિટા સકતા નહી, મગરમચ્છ કે આસું કુછ દિનો કા હી સહારા હોતા હૈ.’
આપને જણાવી દઇએ કે, માર્ચ 2018 માં હસીને શમી અને તેના પરિવાર પર ઘરેલું હિંસા કરવાનો આરોપ લગાવ્યો હતો. ભારતીય પેસરે અનેક પ્રસંગોએ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવી પડી હતી, જોકે આ મામલે કોઈ નિર્ણય આવવાનો બાકી છે. થોડા અઠવાડિયા પહેલા, શમીએ તેના અંગત જીવન વિશે વાત કરતી વખતે, ખુલાસો કર્યો હતો કે તે પારિવારિક સમસ્યાઓનાં પ્રારંભિક તબક્કામાં તેણે ત્રણ વખત આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. શમીએ કહ્યું, “મને લાગે છે કે જો મારા પરિવારે મને ટેકો ન આપ્યો હોત તો હું મારું ક્રિકેટ ગુમાવી શકતો હતો. તીવ્ર તણાવનાં કારણે મેં તે દરમિયાન ત્રણ વખત આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.