ભાવનગરમાં કોરોનાના વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરી વિસ્તારમાં 3 યુવકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. 22 વર્ષીય યુવાન, 29 વર્ષીય યુવક અને 53 વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવતા તમામ ત્રણેય દર્દીઓને ભાવનગરની સરકારી સર ટી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે, આ 3 કેસ સાથે ભાવનગર જિલ્લામાં કોરોનાનો કુલ પોઝિટિવ આંક 139 પર પહોંચ્યો છે. વિચીત્ર વાત એ છે કે, 22 વર્ષિય યુવકનો કોરોના પોઝિટિવ આવ્યો છે તે યુવક વિદેશી દારૂ સાથે ઝડપાયેલો હતો. બુટલેગર અને દારૂનાં આરોપીને કોરોના પોઝિટિવ આવ્યો છે. હકીકતે દારૂ મામલે પકડાયેલા ત્રણ લોકોમાંથી એકનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….