ભાવેણામાં કોરોનાનો ભય યથાવત જોવામાં આવી રહ્યો છે. સંક્રમણની સંખ્યામાં ઉત્તરોતર વધારો નોંધવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યનાં ચાર મહાનગરોને બાદ કરતા ભાવનગર એવુ શહેર છે જ્યા સૌથી વધુ કોરોના પોઝિટીવ કેસ પણ છે અને મોત પણ નોંધાયા છે. ત્યારે આજે ફરી કોરોનાનો કેસ નોંધવામાં આવતા લોકોમાં ફફડાટ પેશી ગયો છે. શહેરના કાઝીવાડમાં રહેતી 49 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાનુ નોંધવામાં આવી રહ્યુ છે. મહિલા સમરસ હોસ્ટેલમાં કોરોન્ટાઇન હતી. જેનો રિપોર્ટ પોઝીટીવ આવતા સારવાર અર્થે આઇશોલેશન વોર્ડમાં શિફ્ટ કરાય છે. આ પોઝિટીવ કેસ સાથે ભાવનગરમાં ટોટલ આંક 51 થયો છે. જો કે, આમાંથી 22 દર્દીઓ સાજા થયા હોવનું પણ નોંધનીય છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં ભાવેણા પંથકમાં 5 લોકોનાં કોરોનાનાં કારણે મોત નિપજ્યા છે. હાલ બાકીના દર્દી હજુ સારવાર હેઠળ રખાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન