સાણંદઃ ખેડૂતો દ્વારા નર્મદાનું પાણી નહી પુરુ પાડવામાં આવતા નળકાઠાના 30 થી 32 ગામના ખેડૂતોએ રેલી કાઢીને વિરોધ નોધાવ્યો હતો. ખેડૂતો પોતાની રજૂઆત કરવા માટે જ્યારે ગાંધીનગર જઇ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાવતા મામલો બિચક્યો હતો. ખેડૂતો અને પોલીસ સામ-સામે આવી ગયા હતા. ખેડૂતોએ પોલીસ પર પત્થર મારો કર્યો હતો. તો પોલીસ ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો.
આ મામલે DySP દ્વારા મીડિયાને જણાવ્યુ હતું કે, ખેડૂતો દ્વારા કરવામાં આવેલા પત્થર મારામાં SP સહિત 5 પોલીસ કર્મી ઘાયલ થયા છે. પોલીસ પર હૂમલા બદલ સરકાર તરફી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે 38 ટીયરગેસના સેલ પણ છોડ્યવામાં આવ્યા હતા.
અલ્પેશ ઠાકોર દ્વારા બંધનું એલાન આપવામાં આવતા પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બંધને પગલે વધારે SRP ની કંપનીને તેનાત કરવામાં આવશે.
અલ્પેશ ઠાકોર બાદ પાસ કન્વીનર હાર્દિક પટેલે પણ આણંદની મુલાકાત લીધી હતી. જ્યાં તેનો બીજેપી કાર્યકર્તા દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.