ભુજના બસ સ્ટેશને પ્રવાસીઓનો ધમધમાટ જોવા મળ્યો હતો બસ મથકે પ્રવાસીઓ સમાન લઈને પહોંચી આવતા બસ સ્ટેશનમાં ભીડ જોવા મળી હતી. લોકડાઉન 4 ના નવા નિયમમુજબ આજથી ST બસ ચાલુ કરાશે.જેને લઇને સવારથી લોકોની બસ સ્ટેશન પર ભીડ જામી હતી.
બસ મથકે આવેલા પ્રવાસીઓનું હેલ્થ સ્ક્રીનિગ કરાયું હતું મોટાભાગના મુસાફરો પરપ્રાંતીય છે. લાંબા સમય બાદ બસો શરૂ થતા એસટી ડ્રાઇવરો,કંડક્ટરો, સ્ટાફ અને મુસાફરોમાં ખુશી જોવા મળી હતી
સરકારે ગુજરાતમાં એસટી બસો શરૂ કરવા મંજૂરી આપતા ભુજના બસ સ્ટેશને પ્રવાસીઓનો ધમધમાટ જોવા મળ્યો હતો બસ મથકે પ્રવાસીઓ સમાન લઈને પહોંચી આવતા બસ સ્ટેશનમાં ભીડ જોવા મળી હતી બે મહિના બાદ આવો ધમધમાટ જોવા મળ્યો છે બસો પણ ચાલુ કરીને ગોઠવવામાં આવી છે, જો કે હજી સુધી ઉપરી આદેશ ન આવતા બસો ઉપાડવામાં આવી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.