Not Set/ મગફળીમા મુંડા જીવાતના ઉપદ્વવથી ખેડૂતોને નુકશાન

એક તરફ વરસાદના આગમનથી ખેડૂતો અમુક અંશે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.. તો બીજી તરફ મગફળીના પાકમાં વધતા મુડાના ઉપદ્રવના કારણે ભારે નુક્શાન વેઠવાનો વારો આવ્યો છે.. ત્યારે ખેડૂતોને થયેલા નુક્શાનની સહાય મળે તે હેતુંથી અમરેલી જિલ્લા પંચાયત દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરાઈ છે… રજૂઆતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને જણાવાયું છે કે, અમરેલી જિલ્લામાં […]

Uncategorized

એક તરફ વરસાદના આગમનથી ખેડૂતો અમુક અંશે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.. તો બીજી તરફ મગફળીના પાકમાં વધતા મુડાના ઉપદ્રવના કારણે ભારે નુક્શાન વેઠવાનો વારો આવ્યો છે.. ત્યારે ખેડૂતોને થયેલા નુક્શાનની સહાય મળે તે હેતુંથી અમરેલી જિલ્લા પંચાયત દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરાઈ છે… રજૂઆતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને જણાવાયું છે કે, અમરેલી જિલ્લામાં અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદ અનિયમિત અને અપુરતો પડયો છે. જેના કારણે ઉત્પાદન જોઇએ તેવુ આવ્યું નથી. સતત દુષ્કાળના કારણે ખેડૂતો દેવાદાર બનતા જાય છે. કપાસના ઉત્પાદનમા પુરતુ વળતર મળવાના કારણે ઓણસાલ ખેડૂતોએ મગફળીનુ ઘણા વિસ્તારમા વાવેતર કર્યુ છે. પરંતુ હાલ મગફળીમા મુંડા જીવાતના ઉપદ્વવથી જીવાત જમીનની અંદર રહી પાકના મુળ કાપી નાખતા પાક સંપુર્ણ નાશ પામેલ છે. સરકારે આ અંગે જાહેરાત પણ કરવામાં આવી છે.. પરંતુ ગ્રામ સેવકો, તલાટી મંત્રીની ઘણી જગ્યાઓ ખાલી હોવાથી છેવાડાના વિસ્તારોમા રહેતા ખેડૂતોને જાણકારી મળી શકી નથી. તો ખેડૂતો પાક વિમાથી પણ વંચિત રહ્યાં છે ત્યારે ખેડૂતોને તાકિદે નુકશાનની સહાય ચુકવવા માંગણી કરવામા આવી છે.