@ Kevat Pooja
મચ્છરોના ઉપદ્રવને પગલે પાલિકાના વીબીડીસી ખાતાની ટીમ એક્શન મોડમાં જોવા મળી રહી છે, મચ્છરોના ઉપદ્રવને પગલે બાંધકામ સાઇટો બાદ છેલ્લા 3 દિવસમાં પાલિકાના વીબીડીસી ખાતાની ટીમે ઔદ્યોગિક વિસ્તારોમાં સર્વે કરી 39 એકમોને નોટિસ ફટકારી 43,500નો વહીવટી ખર્ચ વસૂલ કર્યો છે. કતારગામ વિસ્તારમાં વેદાંત ઇન્ડસ્ટ્રી પાસેથી 8 હજાર, માઘવ ઇન્ડસ્ટ્રી પાસેથી 5 હજાર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત 5 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી.
ઉધના-એ ઝોનમાં જીત ઇન્ડસ્ટ્રીને 3 હજાર, લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીને 10 હજારનો દંડ ફટકારી વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો. આ ઉપરાંત દિવ્યાનંદ ઈન્ડસ્ટ્રી, સાઇકૃપા ઈન્ડસ્ટ્રી, રાજદીપ ઈન્ડસ્ટ્રી, નેશનલ ઈન્ડસ્ટ્રી, ગણેશ કૃપા ઈન્ડસ્ટ્રી, ભગવતી નગર ઈન્ડસ્ટ્રી, સાઇકૃપા ઈન્ડસ્ટ્રી મળી 17 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. લિંબાયત ઝોનમાં સાઇના કિએશનને 2 હજાર, મંગલા પાર્કને 1 હજાર, રૂસ્તમ પાર્ક, મંગલભવન, મસ્જિદે કુબા, નારાયણ ઈન્ડસ્ટ્રીને એક-એક હજારનો દંડ અને 13 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. આ જ રીતે વરાછા-બી ઝોનમાં રામજી કૃપા ઈન્ડસ્ટ્રીને 4 હજારનો દંડ અને 1 એકમને નોટિસ, વરાછા-એ ઝોનમાંથી સપના સોસાયટીમાં 1500નો દંડ, અઠવામાં ગણેશ ઈન્ડસ્ટ્રીને 1 હજાર રૂપિયાનો દંડ અને 1 એકમને નોટિસ, ઉધના-બી ઝોનમાં ઊન વિસ્તારમાં આવેલા અબ્દુલ ખલીફા કારખાનાને નોટિસ આપવામાં આવી છે. તો સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં સત્તર કોટડી, વખારીયાની વાડીમાં બે એકમોને નોટિસ આપવામાં આવી હોવાનું વીબીડીસી વિભાગના અધિકારીઓનું કહેવું છે.
આ પણ વાંચો: પક્ષે ભંડોળ ન આપતા ઓડિશામાં કોંગ્રેસી ઉમેદવારે ટિકિટ પરત કરી
આ પણ વાંચો: મોર્નિંગ વૉક પર નીકળતાં શ્વાસ લેવામાં પડી તકલીફ, ઝેરી ગૅસ છે કારણ?
આ પણ વાંચો:ઉત્તરાખંડમાં જંગલની આગ બેકાબૂ,આજે મુખ્યમંત્રી સમીક્ષા બેઠક કરશે