પોલીસ એન્કાઉન્ટરમાં ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ નેટિઝન્સ પણ આના પર બોલિવૂડ ફિલ્મ બનવાની શક્યતા અંગે ચર્ચા શરૂ કરી દીધી છે. સોશિયલ મીડિયા પર એવા અહેવાલો મળી રહ્યા છે કે બોલિવૂડ એક્ટર મનોજ બાજપેયી ગેંગસ્ટર વિકાસ દુબેની ભૂમિકા નિભાવશે. આ સમાચાર પર મનોજ બાજપેયીની પ્રતિક્રિયા સામે આવી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
મનોજ બાજપેયીએ તેમના ટ્વિટર પર આ સમાચારની લિંક શેર કરતા લખ્યું, ‘રોન્ગ ન્યૂઝ.‘
Wrong news ! https://t.co/Xp8IfDtikV
— manoj bajpayee (@BajpayeeManoj) July 10, 2020