બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન સમુદ્ર અને વર્કઆઉટ્સ સાથે એટલો લગાવ છે તે તેની ઇન્સ્ટા પ્રોફાઇલ જોઈને જ સ્પષ્ટ થઈ જાય છે. પરંતુ તે થોડા સમયથી તે સમુદ્રમાં જવાનું તો દૂર તે તેના ઘરની બહાર પણ નથી નીકળ્યો. તાજેતરમાં ઇબ્રાહિમે તેની કેટલીક જૂની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
તસ્વીરોમાં ઇબ્રાહિમ જેટસ્કી ચલાવતો અને સમુદ્રમાં ડાઇવિંગ કરતો જોવા મળી રહ્યો છે. ફોટોગ્રાફ્સના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, મેં લાંબા સમયથી સમુદ્ર જોયો નથી. સીધી વાત છે ઇબ્રાહિમ ફરીથી સમુદ્રમાં ડૂબકી મારવા માંગે છે અને જેટસ્કી ચલાવવા માંગે છે. જો કે, અત્યારે એવું છે કે તે પણ ઘરની બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો છે.
તાજેતરમાં ઇબ્રાહિમે તેની તસ્વીરો બહેન સારા અલી ખાન સાથે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસ્વીરોમાં ઇબ્રાહિમ અને સારા તેમના ઘરે યોગ કરતા જોવા મળી રહ્યા છે.
સારા ઘરે કરે છે વર્કઆઉટ
અભિનેત્રી સારા અલી ખાન પણ તેની તસ્વીરોને લઈને ચર્ચામાં આવતી રહે છે. આ દિવસોમાં તે માતા અમૃતા સિંહ અને ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથે ઘરે પૂરો સમય વિતાવી રહી છે. અન્ય અભિનેત્રીઓની જેમ સારા પણ તેની ફિટનેસની સંભાળ લઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.