મહારાષ્ટ્રમાં એકવાર ફરી બિલ્ડિંગ ધરાશાયી થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મુંબઇને અડીને આવેલા થાણેનાં ભિવંડીમાં ત્રણ માળની બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત નીપજ્યાં છે. આ આંકડામાં વધારો થવાની સંભાવનાઓ છે.
#UPDATE: 20 people have been rescued by locals. At least 20-25 people are feared to be trapped, as per initial information: NDRF #Maharashtra https://t.co/9juGy51cNW pic.twitter.com/kIAURWPdpt
— ANI (@ANI) September 21, 2020
બિલ્ડિંગનાં કાટમાળમાં 20 થી 25 લોકો ફસાયેલા હોવાની આશંકા છે, જ્યારે સ્થાનિક લોકોની મદદથી 20 લોકોને બહાર કાઠવામાં આવ્યા છે. તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. વળી, એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રાહત કાર્યમાં લાગી ગઈ હતી. કાટમાળ નીચે લોકોને બહાર કાઠવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
#WATCH Maharashtra: A team of NDRF rescued a child from under the debris at the site of building collapse in Bhiwandi, Thane.
At least five people have lost their lives in the incident which took place earlier today. pic.twitter.com/6j90p1GloQ
— ANI (@ANI) September 21, 2020
સોમવારે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જ્યારે દરેક સૂઈ ગયા હતા ત્યારે અચાનક ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થઇ હતી. આ અકસ્માતમાં 8 લોકોનાં મોત નીપજ્યાં છે. એનડીઆરએફ સાથે સ્થાનિકો રાહત કાર્યમાં જોડાયેલા છે. બચાવ ટીમે કાટમાળ નીચેથી એક બાળકને બચાવ્યો છે. બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.