મુંબઇઃ ફિલ્મકાર મહેશ ભટ્ટ, તેમની પત્ની સોની રાજદાન અને તેમની દિકરી આલિયા ભટ્ટને જાનથી મારવાની ધમકી મળી છે. મુંબઇના જુહૂમાં પોલીસ સ્ટેશનમાં મહેશ ભટ્ટ ખંડણી માટે કૉલ આવ્યા બાદ આ અંગે ફરિયાદ કરવામાં આવી છે. ન્યૂઝ એજેન્સી એએનઆઇ આ અંગેની જાણકારી આપી છે.
રિપોર્ટ અનુસાર મહેશ ભટ્ટને કોઇ અજાણ્યા નંબરથી કરવામાં આવેલા કૉલમાં તેમના પરિવારને જાનથી મારવી ધમકી આપવામાં આવી છે. આ ફોન ખંડણી માટે કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ ભટ્ટ પાસે 50 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી છે. સમગ્ર મામલાની તપાસ એન્ટી એક્સટોર્શન સેલને સોપવામમાં આવી છે. વોટ્સએપ અને એસએમએસ દ્વારા આ ધમકી આપવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ ધમકી આપનાર શખ્સ યૂપીનો ડૉન હોવાનું કહેવામા આવ રહ્યું છે. આ ધમકી 26 ફેબ્રુઆરીએ આપવામાં આવી છે.