રાજ્યમાં દિનપ્રતિ દિન અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. એક તરફ કોરોનાના કારણે લોકોના મોત થઇ રહ્યા છે તો બીજી બાજુ અકસ્માતના કારણે લોકોના મોત થઇ રહ્યા છે. આવામાં સુરતત નજીક માંગરોલમાં અકસ્માતની ઘટના સામે આવી છે. અહિયાં ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાક અકસ્માત સર્જાયો હતો. જેમાં માંડવીના મહિલા નાયબ મામલતદાર અને તેમના પતિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર,સુરત જિલ્લાના માંડવી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મહીલા નાયબ મામલતદાર તેમના પતિ સાથે ધ્વજવંદન માટે બ્રેઝા કારમાં અંકલેશ્વર થી માંડવી આવી રહયા હતા ત્યારે વાંકલ ઝખવાવ રોડ પર માંડલ પાટીયા નજીક બેફામ બનેલા એક ડમ્પરે કારને અડફેટેમાં લેતા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં નાયબ મામલતદાર અને તેના પતિનું મોત થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.