બહુચરાજીઃ મારુતી સુઝુકી કંપનીમાં નોકરી મળી રહ્યાનો મેસેજ વાયરલ કરના અજણ્યા શખ્સ સામે ફરિયાદ નોધવામાં આવી છે. આઇટી એક્ટની કલમ મુજબ વિઠલપુર પોલીસ સ્ટેશનમાં આ પરિયાદ નોધવામાં આવી છે. ધાનેરાના યુવાનના નિવેદનના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આજે સવારે બહુચરાજીમાં આવેલા સુઝુકી કંપનીમાં નોકરીમાં ભરતી કરવામાં આવતી હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યાર બાદ કંપનીએ આવી કોઇ ભરતી ના થતી હોવાની વાત જણાવતા ભેગા થયેલા યુવાનોએ હંગામો કર્યા હતા.