ભારત માં કોરોના વાયરસે પોતાની પાંખો ફેલાવી છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે ફ્રન્ટ લાઈન વોરિયર કહેવતા ડોક્ટર અને પોલીસ બાદ પત્રકારોમાં પણ કોરોના વાયરસે પગ પેસારો કર્યો છે. મુંબઈમાં સૌથી વધુ કોરોના સંકટ વચ્ચે 53 જેટલા પત્રકારોનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. એમાં કેટલાક ફિલ્ડ રિપોર્ટરો પણ છે. મુબઈમાં સવારે તેનો રિપોર્ટ આવ્યો છે.
મુંબઈમાં પત્રકારો માટે પરિક્ષણ શિબિરનું આયોજન શહેરની પત્રકાર સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સહિતના દેશના છ રાજ્યોમાં કોરોના સંક્રમણનો આંક 12311 જેટલો ઊંચો આંક ગયો છે. દેશમાં કોરના સંક્રમિતોની સંખ્યા વધીને 18000ને પાર થઈ ગઈ છે. દેશમાં છેલ્લા 10 દિવસમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. દેશમાં કોરોનાને કારણે મોતની સંખ્યા પણ 570 પર પહોંચી છે. દેશમાં અત્યાર સુધી કુલ 2968 લોકો કોરોનાથી મુક્ત થયા છે.
મહારાષ્ટ્રમાં જ 223નાં મોત
હજુ પણ દેશમા કોરોનાના કુલ 14494 કેસ એક્ટિવ છે. દેશમાં સાંજે છ વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 283 નવા કેસ ઉમેરાતાં કુલ આંક 4483 થયો છે. જેમાં 507 લોકોને રિકવર થતાં હજુ પણ 3753 લોકોમાં કોરોના એક્ટિવ છે. મહારાષ્ટ્રમાં 223 લોકોના મોત થયા છે. મુંબઈમાં નવા કેસો નોધાયા બાદ કુલ આંક 2268 થયા છે.
મંતવ્ય ન્યૂઝ‘ તમામ લોકોને અપીલ કરે છે કે, બીનજરૂરી ઘરની બહાર ન નીકળો, સરકાર દ્વારા આપવામાં આવેલ સલાહ અને સુચનોનું પાલન કરી સહકાર આપો. સાવચેત રહો – સતર્ક રહો – સુરક્ષિત રહો. દેશ–દુનિયાનાં સમાચારની પળેપળની અપડેટ વાંચવા માટે મુલાકાત લો “મંતવ્ય ન્યૂઝ” – https://mantavyanews.com/ #કોરોનાસામેલડત #કોરોનાનાંવધતાંકેસ #કોરોનાવૈશ્વિકમહામારી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.