Not Set/ મુંબઈ પોલીસ કમિશનરે જણાવ્યું કે, કેમ 8 જૂને સુશાંતને છોડીને ગઈ હતી રિયા ચક્રવર્તી

સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં તાજેતરનાં કેસમાં મુંબઈ પોલીસ કમિશનરે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે રિયા ચક્રવર્તીએ 8 જૂને એક્ટરને કેમ છોડી ગઈ હતી. એક અહેવાલ અનુસાર, મુંબઈ પોલીસ કમિશનરે કહ્યું કે, રિયા ખુદ મેન્ટલી તંદુરસ્ત મહેસૂસ કરી રહી નહતી. રિયાએ 8 જૂને સુશાંતને છોડીને ગઈ હતી કારણ કે તે પોતે ડિપ્રેશનમાં હતી અને તેની પોતાની […]

Uncategorized
8b5f8b92bdcae5169f0f51a3ffe8ef60 મુંબઈ પોલીસ કમિશનરે જણાવ્યું કે, કેમ 8 જૂને સુશાંતને છોડીને ગઈ હતી રિયા ચક્રવર્તી

સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં તાજેતરનાં કેસમાં મુંબઈ પોલીસ કમિશનરે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે રિયા ચક્રવર્તીએ 8 જૂને એક્ટરને કેમ છોડી ગઈ હતી. એક અહેવાલ અનુસાર, મુંબઈ પોલીસ કમિશનરે કહ્યું કે, રિયા ખુદ મેન્ટલી તંદુરસ્ત મહેસૂસ કરી રહી નહતી. રિયાએ 8 જૂને સુશાંતને છોડીને ગઈ હતી કારણ કે તે પોતે ડિપ્રેશનમાં હતી અને તેની પોતાની માનસિક સ્થિતિ સારી નહોતી. ‘

તેમણે વધુમાં કહ્યું કે, ‘અમે રિયાનું નિવેદન 2 વાર રેકોર્ડ કર્યું અને જાણવા મળ્યું કે બંનેના સંબંધોમાં કેટલીક સમસ્યાઓ હતી. રિયાએ અમને કહ્યું કે બંને કેવી રીતે મળ્યા અને આ સિવાય તેણે સુશાંતની માનસિક બીમારી વિશે જણાવ્યું. સુશાંતના પ્રિસ્ક્રિપ્શન્સ પણ અમને આપવામાં આવ્યા હતા ‘.

કમિશનરે આ દરમિયાન એમ પણ કહ્યું હતું કે સુશાંતે આત્મહત્યા પહેલા ગૂગલ પર ઘણી વસ્તુઓ સર્ચ કરી હતી. આમાં બાયપોલર ડિસઓર્ડર, સ્કિઝોફ્રેનિઆ, પેનલસ ડેથ  અને પોતાનું નામ શામેલ છે.

મુંબઈ પોલીસે સુશાંત કેસની વિગતવાર તપાસ કરી છે. પોલીસ તપાસ હજુ ચાલુ છે. અમે હજી સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી. જ્યારે પણ આ પ્રકારની તપાસ થાય છે, ત્યારે બે પ્રકારના પરિણામો આવી શકે છે. પહેલો એ આત્મહત્યાનો કેસ છે અથવા જો આપણે કોઈ ગુનો જોતા હોઈએ તો તે જ રીતે તેની તપાસ કરવામાં આવે છે.

 એક્સ મેનેજર દિશા સાલિયાનના સુશાંતના મોતનાં મામલે પોલીસ કમિશનરે કહ્યું, ‘અમારી તપાસમાં ખુલાસો થયો છે કે જ્યારે સુશાંતનું નામ દિશા સાલિયાનમાં ઉમેરવામાં આવ્યું ત્યારે તે ખૂબ જ નારાજ હતો. અમારી તપાસ મુજબ તે દિશા સાથે માત્ર એક જ વાર મળ્યો હતો. સોશિયલ મીડિયા પર દિશા સાલિયાન સાથેના જોડાણને કારણે તે કંઈક ભાવનાત્મક રીતે પરેશાન હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.