Not Set/ મુંબઈ બન્યુ પાણી-પાણી, ભારે વરસાદનાં કારણે ગણેશોત્સવમાં ભક્તો થયા પરેશાન

દેશની આર્થિક રાજધાની મુંબઇ અને આસપાસનાં વિસ્તારોમાં મંગળવારે મોડી સાંજથી સતત વરસાદ પડી રહ્યો છે. આ વરસાદને કારણે મુંબઈનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગણેશોત્સવ દરમિયાન સામાન્ય જીવનને ભારે અસર પડી રહી છે. અવિરત વરસાદને કારણે ટ્રાફિક પણ સંપૂર્ણ રીતે ખોરવાયો છે, મુંબઈની લોકલ ટ્રેન તેના નિર્ધારિત સમયથી ઘણી મોડી દોડી રહી છે. ઉપરાંત રસ્તાઓ […]

Top Stories India
mumbaiii મુંબઈ બન્યુ પાણી-પાણી, ભારે વરસાદનાં કારણે ગણેશોત્સવમાં ભક્તો થયા પરેશાન

દેશની આર્થિક રાજધાની મુંબઇ અને આસપાસનાં વિસ્તારોમાં મંગળવારે મોડી સાંજથી સતત વરસાદ પડી રહ્યો છે. આ વરસાદને કારણે મુંબઈનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગણેશોત્સવ દરમિયાન સામાન્ય જીવનને ભારે અસર પડી રહી છે. અવિરત વરસાદને કારણે ટ્રાફિક પણ સંપૂર્ણ રીતે ખોરવાયો છે, મુંબઈની લોકલ ટ્રેન તેના નિર્ધારિત સમયથી ઘણી મોડી દોડી રહી છે. ઉપરાંત રસ્તાઓ પર ટ્રાફિક જામ પણ જોવા મળ્યુ.

Image result for mumbai heavy rain trouble in ganeshotsav

ગણપતિ ઉત્સવને કારણે લોકો મુંબઇમાં મોટી સંખ્યામાં શેરીઓમાં ઉમટી રહ્યા છે. આવી સ્થિતિમાં વરસાદને કારણે મુશ્કેલીઓ વધી છે. ભારે વરસાદને પગલે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને બેસ્ટની બસોનો માર્ગ પણ વાળી દેવામાં આવ્યો છે. એરપોર્ટ પર વિમાનનાં ઉતરાણમાં 5 મિનિટ અને પ્રસ્થાનમાં 16 મિનિટ વિલંબ થઇ રહ્યો છે. જો કે અત્યારે લોકલ ટ્રેનોને વધારે અસર થઈ નથી. ઉંચા વેવ્સને ધ્યાનમાં રાખીને બીએમસીએ લોકોને સમુદ્રની નજીક ન જવા ચેતવણી આપી છે. છેલ્લા અઠવાડિયે હવામાન વિભાગે આગાહી કરી હતી કે, ગુરુવાર પછી વરસાદમાં ઘટાડો જોવા મળી શકે છે.

images 2019 09 04T092221.984 મુંબઈ બન્યુ પાણી-પાણી, ભારે વરસાદનાં કારણે ગણેશોત્સવમાં ભક્તો થયા પરેશાન

મુંબઈમાં ટ્રાફિક જામની સમસ્યા ઘણા વિસ્તારોમાં જોવા મળી રહી છે. જેના કારણે વાહનો રસ્તાઓ પર ચાલતા જતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત મુંબઇ તરફ આવનારા વિમાનો પર પણ વિપરીત અસર થઈ છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ઘણી ફ્લાઇટ્સનો સમય વિલંબિત થઈ ગયો છે અને જો વરસાદ આ જ રીતે ચાલુ રહેશે તો વિઝિબિલીટીનાં અભાવને કારણે આગામી સમયમાં ફ્લાઇટ્સ પણ રદ થઈ શકે છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.