મધ્યપ્રદેશના વિસ્તારોમાં સર્જાયેલાં લો પ્રેસર અને અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનની અસરને લઈને અગામી 24 કલાકમાં અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.ઉપરાંત 1લી સપ્ટેબર બાદ રાજ્યમાં વરસાદના જોરમાં ઘટાડો તવાની શક્યાતાઓ દેખાઈ રહી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યના ઘણાં એવા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.જ્યાં 30ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. જ્યાં ટકાવારીની રીતે જોવા જઇએ તો મોરબીમાં સૌથી 186.22% (915 મીમી) વરસાદ પડ્યો હતો.