કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નોકરી અને ખાનગીકરણનાં મુદ્દે ફરી એકવાર મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધી સતત કોરોનાવાયરસ, અર્થતંત્ર અને રોજગાર સહિતનાં અન્ય મુદ્દાઓ પર સરકારને ઘેરી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું હતું કે, મોદી સરકારની વિચારસરણી ‘ન્યૂનતમ સરકાર મહત્તમ ખાનગીકરણ‘ ની છે. તેમણે કહ્યું કે, કોવિડ માત્ર એક બહાનું છે.
રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું – “મોદી સરકારની વિચારસરણી – Minimum Govt Maximum Privatisation.‘ કોવિડ એક બહાનું છે, સરકારી કચેરીઓને કાયમી ‘સ્ટાફ મુક્ત‘ બનાવવું છે, યુવાનોનું ભવિષ્ય ચોરી કરવાનું છે, ‘મિત્રો‘ ને આગળ વધારવાની છે.”
मोदी सरकार की सोच –
‘Minimum Govt Maximum Privatisation’कोविड तो बस बहाना है,
सरकारी दफ़्तरों को स्थायी ‘स्टाफ़-मुक्त’ बनाना है,
युवा का भविष्य चुराना है,
‘मित्रों’ को आगे बढ़ाना है।#SpeakUp pic.twitter.com/Lu8BKjJ7bg— Rahul Gandhi (@RahulGandhi) September 5, 2020
આ પહેલા શુક્રવારે રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, “120 કરોડ નોકરીઓ ગાયબ થઈ ગઈ છે. 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા ગુમ. સામાન્ય નાગરિકોની આવક ગુમ. દેશની સમૃદ્ધિ અને સલામતી ગુમ થઇ ગઇ છે. પ્રશ્નો પૂછો તો જવાબો ગુમ.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.