સંસદનું માનસૂત્ર સત્ર આજથી શરૂ થયું છે, આજે પીએમ મોદી સહિતનાં તમામ સાંસદોએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને શ્રદ્ધાંજલિ આપી હતી, જણાવી દઇએ કે, કોરોના રોગચાળાને કારણે આ વખતે તમામ સાંસદ માસ્ક સાથે સંસદમાં આવ્યા છે. સત્રમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે, લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી આ વખતે અલગથી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેથી આ વખતે કોઈ પ્રશ્નકાળ સમય પણ નહીં હોય, એલએસી પર ચીન સાથેનાં તણાવ અને કોરોના રોગચાળાનાં મુદ્દે આ સત્ર થશે. જ્યા વિપક્ષ સરકારને ઘેરી લેવાની તૈયારી કરી રહ્યુ છે, આજે રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણી પણ છે, હરીવંશ અને મનોજ ઝા વચ્ચે આ હરીફાઈ છે, હરીવંશ એનડીએનાં ઉમેદવાર છે અને વિરોધી તરફથી મનોજ ઝા મેદાનમાં છે.
તો આજે કોંગ્રેસનાં નેતા અધિર રંજન ચૌધરીએ લોકસભામાં ચીનનાં મુદ્દા પર સંસદ સ્થગિત કરવાની નોટિસ આપી છે, જ્યારે આ વિશે વાત કરતા કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને તિરુવનંતપુરમનાં સાંસદ શશી થરૂરે કહ્યું હતું કે, સરકારે વિપક્ષને પ્રશ્નો પૂછવા દેવા જોઈએ સરકાર આ માટે જવાબદાર છે, તે આવા સવાલોથી ભાગી નહીં શકે, સરકારે દેશને વિશ્વાસમાં લેવો જોઈએ, સેનાનાં ટેકા પર કોઈ ચર્ચા જ નથી, આપણે બધા આપણા જવાનો સાથે છીએ પરંતુ સરકારને હવે જવાબ આપવો પડશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ લોકસભાની કાર્યવાહી એક કલાક માટે મુલતવી રાખવામાં આવી છે.
Govt is accountable to Parliament. When have they reported to us on talks b/w Defence & Foreign Ministers (of India & China)? Nation needs to be taken into confidence by govt. Question of support for military beyond debate we’re very strongly with our Army:Shashi Tharoor,Congress https://t.co/o8cdXRKEyQ pic.twitter.com/0yCSH9k0qh
— ANI (@ANI) September 14, 2020
સત્રની શરૂઆત પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે, સંસદનું સત્ર એક વિશિષ્ટ વાતાવરણમાં શરૂ થઈ રહ્યું છે, એક તરફ કોરોના છે અને બીજી બાજુ ફરજ છે. સાંસદોએ ફરજનો રસ્તો પસંદ કર્યો છે. હું તેમનો આભાર માનું છું. આ વખતે લોકસભા અને રાજ્યસભા જુદા જુદા સમયે ચાલશે. આ વખતે શનિવાર અને રવિવારે પણ સંસદ ચાલશે. આ અંગે તમામ સાંસદો સંમત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.