Not Set/ યોગા છોડી માતાને મળવા પહોંચ્યા PM મોદી, ટ્વીટ કરીને આપી માહિતી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરવા માટે ગાંધીનગરમાં છે. આજે વહેલી સવારે તેઓ પોતાનો યોગનો શીડ્યુલ છોડીને માતા હીરાબાને મળવા પહોંચ્યા હતાં. આ માહિતી તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કરીને આપી છે. આજે મંગળવારે પીએમ મોદીએ સવારે 6:30 કલાકની આસપાસ માતા હીરાબાને મળી તેમના આશીર્વાદ લીધા હતા. બંને માતા-પુત્રએ સાથે બેસીને […]

Uncategorized
01 1484020215 યોગા છોડી માતાને મળવા પહોંચ્યા PM મોદી, ટ્વીટ કરીને આપી માહિતી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરવા માટે ગાંધીનગરમાં છે. આજે વહેલી સવારે તેઓ પોતાનો યોગનો શીડ્યુલ છોડીને માતા હીરાબાને મળવા પહોંચ્યા હતાં. આ માહિતી તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કરીને આપી છે.

આજે મંગળવારે પીએમ મોદીએ સવારે 6:30 કલાકની આસપાસ માતા હીરાબાને મળી તેમના આશીર્વાદ લીધા હતા. બંને માતા-પુત્રએ સાથે બેસીને નાસ્તો કર્યો હતો. રોજ પીએમ મોદી સાવારે યોગ કરતાં હોય છે પરંતુ આજે તેઓ યોગનું શીડ્યુલ છોડીને માતા હીરાબાને મળવા ભાઈના ઘરે પહોંચ્યા હતાં. વડાપ્રધાન મોદીના માતા હીરાબા તેમના નાના પુત્ર સાથે ગાંધીનગરના રાયસણ ખાતે વૃંદાવન બંગ્લોઝમાં રહે છે.