આ પહેલા પણ દીપિકા અને રણવીર સિંહ એક ડિનર સેટ પર નજરે આવ્યા હતા. ગત વર્ષે પણ બંનેની સગાઇની અટકળો વહેતી થઇ હતી.
ત્યારે બંને સગાઇ કરે છે કે કેમ તેના પર તેમના પ્રશંસકોની નજર મંડાયેલી છે. દીપિકા અને રણવીર જલદી સંજય લીલા ભણસાળીની ફિલ્મ પદ્માવતીમાં નજરે આવશે. આ ફિલ્મમાં તેમની સાથે શાહિદ કપૂર પણ હશે. ફિલ્મ ડિસેમ્બર 2017માં રિલીઝ થશે.
આ તસવીરમાં દીપિકાની રિંગ ફિંગરમાં રિંગ નજરે આવી રહી છે. આ રિંગ દીપિકાના હાથમાં ત્યારે પણ નજર આવી હતી, જ્યારે તે લંડનમાં હતી. રણવીર સિંહ અને તેના લંડનમાં સાથે રજાઓ મનાવતા હોવાના અહેવાલ આવ્યા હતા. જો કે, બોલીવૂડમાં એવી પણ ચર્ચા ઉઠી છે કે, આ તસવીરમાં જોવા મળતી રિંગ સિમ્પલ છે કે, પછી રણવીર સિંહે દીપિકાને પ્રપોઝ કરી છે? બંનેએ ગૂપસૂપ રીતે સગાઇ કરી લીધી છે?