વડોદરાની વિશ્વ પ્રસિદ્ધ એમ.એસ. યુનિવર્સીટીના પ્રોફેસર મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. જી હા, MS યુની.નાં પ્રોફેસરની લાશ મળી આવી છે. રહસ્યમય સંજોગોમાં ફાઇન આર્ટસ ફેકલ્ટીનાં વિઝિટિંગ પ્રોફેસર અનિષ વોરાનો મૃતદેહ મળ્યો છે.
પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર કલાલી વિસ્તારના ઓકટેવ ફ્લેટમાં રહસ્યમય સંજોગોમાં એમ.એસ. યુનિવર્સીટીનાની ફાઇન આર્ટસ ફેકલ્ટીનાં વિઝિટિંગ પ્રોફેસર અનિષ વોરા મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. ડી-કમ્પોઝ પરિસ્થિતિમાં લાશ મળતાં અનેક તર્ક વિતર્ક ચર્ચાઇ રહ્યા છે.
પ્રોફેસર અનિષ વોરાનાં ડી-કમ્પોઝ મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલાયો હતો. પ્રોફેસર અનિષ વોરાનાં મોતનું કારણ કે આ હત્યા છે કે આત્મહત્યા છે તેવી તમામ બાબતોને લઇને માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….