રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. રોજ કોરોનાનાં સામે આવી રહેલા અધધ કેસ રાજ્ય સરકાર માટે મોટી સમસ્યા બની ગયા છે. રાજ્યમાં સૌથી વધુ કોરોનાનાં કેસ અમદાવાદમાંથી સામે આવ્યા છે. ત્યારે રાજકોટમાં પણ કોરોનાનો કહેર સતત સથાવત છે.
રાજકોટમાં કોરોનાનાં કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. અહી કોરોનાને લઇને 21 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જેમા સિવિલ હોસ્પિટલમાં 19 દર્દીઓ તો ખાનગી હોસ્પિટલમાં 2 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે 23 દિવસમાં 382 દર્દીઓ આ બિિમારીને કારણે મોતને ભેટી ચુક્યા છે. રાજકોટ શહેરમાં કોરોનાનાં કારણે વધતા જતા મોતનાં આંકડાનાં કારણે મુખ્યમંત્રી કે જેમનું હોમટાઉન રાજકોટ છે તે ચિંતીત થઈ ઉઠયા છે. છેલ્લા બે દિવસથી રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવનાં વધતા જતા મોતનાં પગલે ગુજરાત રાજયનાં આરોગ્ય સચિવ જયંતિ રવિને રાજકોટમાં કેમ્પ કરવા સૂચના આપી છે. આપને જણાવી દઇએ કે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મોત રાજકોટ શહેરમાં નોંધાઈ રહ્યા છે.
રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓનાં વધતા જતા કેસો ચિંતાજનક છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હોમટાઉનમાં સતત વધતા જતા કોરોના પોઝિટિવનાં કેસોને લઈ તેઓ ચિંતીત બન્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, આરોગ્ય સચિવને રાજકોટમાં 10 દિવસ સુધી રોકાવાની સૂચના આપી અમદાવાદનાં ટોપમોસ્ટ 10 નિષ્ણાંત તબીબોને રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે ડેપ્યુટ કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.