રાજકોટમાં સવારે તો કોરોનાનાં કુલ પોઝિટિવ 9 દર્દીઓમાંથી 6 દર્દીને કોરોના સામેની જંગ જીતવા બદલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. સમગ્ર શહેર અને જીલ્લામાં હાસકારો હતો કે, હવે રાજકોટમાં ફક્ત 3 કોરોના પોઝિટિવ કેસ જ છે અને જલ્દીથી આ દર્દીઓ સાજા થાય એટલે રાજકોટ ગ્રીન ઝોનમાં આવી જશે. પરંતુ આ તો કોરોના છે, અને પૂર્વે પણ કહ્યુ છે કે કોરોનાને અન્ડર એસ્ટીમેટ કરવો ખતરનાક છે, તેવો જ ક્યાસ હાલ રાજકોટ માટે જોવામાં આવી રહ્યો છે. જી હા રાજકોટમાં ફરી કોરોના બ્લાસ્ટ થતા હાહાકાર મચી જવા પામ્યો છે.
લાગે છે કોરોનાને રાજકોટમાંથી વિદાય લેવી જ નથી અને માટે જ ફરી એક સાથે 11 કેસ સામે આવી ગયા છે. જી હા ફરી કોરોનાનું હોટસ્પોટ જંગલેશ્વર જ આ ખડભડાટનુ એપી સેન્ટર હોવાનુ સામે આવી રહ્યુ છે. સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટમાં કોરોનાએ મુકામ કર્યો હોઈ તેવું લાગી રહ્યું છે. અને રાજકોટના જંગલેશ્વરના મદીના પાર્ક વિસ્તારમાંથી એક સાથે અગિયાર કોરોના પોઝિટિવ કેસ સામે ફરી ખળભળાટ મચી ગયો છે. આજે સામે આવેલા 11 કોરોના પોઝિટિવ કેસમાં આઠ પુરુષ અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે. આ તમામ 11 લોકોને રાજકોટની સમરસ હોસ્ટેલમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. આજે તમામ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફરી સમગ્ર હોસ્ટેલમાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન.