ગુજરાત/ રાજકોટ અગ્નિકાંડ મુદ્દે SITની તપાસ પુર્ણતાના આરે, રિપોર્ટ સોંપવાની 20મી સુધીની છે ડેડલાઈન

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે રાજ્યભરમાં ઉહાપોહ મચ્યા બાદ SITને તપાસ સોંપવામાં આવી હતી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસ પૂર્ણતાના આરે છે.

Top Stories Gujarat Rajkot
Cricket Tutorials YouTube Thumbnail 33 રાજકોટ અગ્નિકાંડ મુદ્દે SITની તપાસ પુર્ણતાના આરે, રિપોર્ટ સોંપવાની 20મી સુધીની છે ડેડલાઈન

Rajkot News : રાજકોટ અગ્નિકાંડ મુદ્દે રાજ્યભરમાં ઉહાપોહ મચ્યા બાદ SITને તપાસ સોંપવામાં આવી હતી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસ પૂર્ણતાના આરે છે. આજે 20મી સુધીમાં રિપોર્ટ રજૂ કરવાની છે ડેડ લાઈન તેની સામે હજુ પણ પાંચ છ અધિકારીઓના નિવેદન નોંધવાના બાકી છે. ત્યારે રિપોર્ટ પૂર્ણપણે રજૂ કરવામાં વિલંબ થવાની સંભાવના જોતા વધુ સમય માંગી શકે છે. અત્યારસુધીમાં અગ્નિકાંડ તપાસમાં 12 થી પણ વધુ અધિકારીઓના નિવેદન નોંધાઇ ચૂક્યા છે.

અગ્નિકાંડના રાજકોટ ઉપરાંત અન્ય શહેરોમાં પણ ઘેરા પડઘા પડ્યા. અગ્નિકાંડને પગલે રાજ્યભરમાં વ્યાવસાયિક શૈક્ષણિક અને મનોરંજક વિવિધ એકમો પર દરોડા પાડવામાં આવ્યા. અગ્નિકાંડ બાદ બી.યુ પરમિશન અને એનઓસીને લઈને કડક નિયમો બનાવવાની માંગ કરાઈ છે. હાલમાં SIT ના વડા સુભાષ ત્રિવેદીના નેતૃત્વની ટીમ ઘટનાને લઈને તપાસ કરી રહી છે. એવું માનવામાં આવે છે કે SIT સરકાર સમક્ષ 100 પાનાનો ધગધગતો રિપોર્ટ રજૂ કરી શકે છે. રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોને ન્યાય મળે માટે સમગ્ર લોકો SITના રિપોર્ટ તરફ આશા રાખીને બેઠા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં 44 જેટલા મોટા સર્કલને નાના કરાશે, ટ્રાફિક સમસ્યા દૂર કરવા નવતર પ્રયોગ

આ પણ વાંચો: ભાવનગર શહેરમાં ફાયર સેફ્ટી વિહોણી 44 કચેરીઓને નોટિસ ફટકારાઈ

આ પણ વાંચો: મહુવામાં સરકારી અનાજના ગોડાઉનમાં થઈ લાખો રૂપિયાની ચોરી

આ પણ વાંચો: જામનગરના ધાર્મિક સ્થળોનું બાંધકામ પોલીસ અને મ.ન.પા.એ દૂર કર્યું