રાજકોટમાં કોરોના સંક્રમણ કેસમાં સતત વધારો જોવામાં આવી રહ્યો છે. કોરોનાનાં કહેરને પહોંચીવળવા તંત્ર પોતાની પૂરી તાકાત સાથે કોરોના સામેની લડાઇમાં જોતરાયેલું જોવામાં આવી રહ્યું છે. કોરોનાનાં દર્દીઓને સુલભ રીતે સારવાર મળી રહે તેવા હેતુથી રાજકોટ ખાતે કેન્સર હોસ્પિટલમાં કોવિડ સેન્ટર ઉભુ કરી તેનું લોકાર્પણ કરાયું.
રાજકોટ શહેરનાં કેન્સર રિસર્ચ સેન્ટરમાં 200 બેડની સંપૂર્ણ સુવિધાથી સજ્જ કોવિડ કેર સેન્ટરનું મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઇ-લોકાર્પણ કરાયું હતું. લોકોપર્ણના આ પ્રસંગે રાજ્યનાં આરોગ્ય સચિવ જ્યંતી રવિ સહિત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આપને જણાવી દઇએ કે, કેન્સર હોસ્પિટલ કોવિડ કેર સેન્ટરમાં રેડિયો થેરાપી સારવાર સુવિધા પણ આપવામાં આવશે.
પ્રસંગોચિત સંબોઘનમાં મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, AIIMSનું નિર્માણ કાર્ય 2022 પહેલા પૂર્ણ થઇ જશે. AIIMS આ વિસ્તારમાં આવી જવાથી ભવિષ્યમાં આ વિસ્તારનાં કોઇ પણ દર્દીને સારવાર માટે લાંબુ આંતર કાપવાનું નહીં રહે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….