ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટીવ નો અંક ૩૫૦૦ને પર કરી ચુક્યો છે ત્યારે હજુ પણ રાજ્યમાં દિન પ્રતિદિન કોરોના પોઝીતીવની સંખ્યા વધી રહી છે. આજ રોજ બપોર બાદ રાજકોટમાં કોરોના ના એપી સેન્ટર જંગલેશ્વર વિસ્તારમાં કોરોના ના વધુ ૭ કેસ સામે આવ્યા છે. જે સાથે જીલ્લામાં કોરોના પોઝીતીવની સંખ્યા ૫૫ પર પહોચી ચુકી છે.
ગઈ કાલે રાજકોટની સમરસ હોસ્ટેલમાંથી 9 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી પહેલા 2 પોઝીટીવ કેસ નોંધાયા હતા. જ્યારે આજે સવારે અહીંથી 57 સેમ્પલ લીધા હતા તેમાંથી 7ના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. આ સાથે અત્યાર સુધીના કેસની સંખ્યા 55 થઈ છે. આજે નવા કેસ નોંધાયા છે તેમની નામ સહિતની વિગતો આ મુજબ છે.
1. મેહબુબ ઝીકર ચોપડા ઉ.વ. 35 (ઝીકર ચોપડાનો પુત્ર) સરનામુ : જંગલેશ્વર શેરી નં. 25, રાજકોટ.
2. ફારૂક ઝીકર ચોપડા ઉ.વ. 27 (ઝીકર ચોપડાનો પુત્ર) સરનામુ : જંગલેશ્વર શેરી નં. 25, રાજકોટ.
3. પરસોતમભાઈ અકબરી ઉ.વ. 75 (રવિભાઈ અકબરીના પિતા) સરનામું : કૃષ્ણજીત સોસાયટી શેરી નં. 3, સહકાર નગર શેરી નં. 8 પાસે, રાજકોટ.
4. બોદુ રઝાક ઓડિયા ઉ.વ. 18 (જીલુબેન ઓડિયાનો પુત્ર) સરનામુ : જંગલેશ્વર શેરી નં. 26, રાજકોટ.
5. આદિલ હુસેન પતાણી ઉ.વ. 10 (નુરમામદ પતાણીનો પૌત્ર) સરનામુ : જંગલેશ્વર શેરી નં. 26, રાજકોટ.
6. યુસુફ મુડસ ઉ.વ. 45 (નસીમ યુસુફ મુડસના પતિ) સરનામુ : લેવા પટેલ સોસાયટી શેરી નં. 1, ગોસીયા મસ્જીદ પાસે, જંગલેશ્વર રોડ, રાજકોટ.
7. સાહિલ યુસુફ મુડસ ઉ.વ. 19 (નસીમ યુસુફ મુડસનો પુત્ર) સરનામુ : લેવા પટેલ સોસાયટી શેરી નં. 1, ગોસીયા મસ્જીદ પાસે, જંગલેશ્વર રોડ, રાજકોટ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.