તાજેતરમાં જ રાજકોટ શહેર મહાનગરપાલિકાની હદમાં પાંચ જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે રાજકોટ શહેરની ભાગોળે આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ હવે રાજકોટ મહાનગરપાલિકાના હદ માં આવી ચૂકી છે ત્યારે મહાનગરપાલિકા ના નિયમ મુજબ જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વેરા બિલ ફટકારવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનને મહાનગરપાલિકા દ્વારા 32 લાખનું બિલ ફટકારવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે માત્ર એક જ ભવનને 32 લાખનું બિલ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતા સત્તાધીશો પણ ચોંકી ઉઠયા છે. કારણકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માત્ર એક જ ફિઝિક્સ ભવન નથી.
પરંતુ અનેક ભવનો આવેલા છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા મ્યુનિસિપલ કમિશનર વચ્ચે ચર્ચાનો દોર શરૂ કરવામાં આવ્યો છે તો સાથે જ રાજ્યના શિક્ષણ વિભાગ સામે પણ મહત્વનો મુદ્દો મૂક્યો છે. ત્યારે સમગ્ર મામલે હવે યુનિવર્સિટીની ફટકારવામાં આવેલી બીલમાં મહાનગરપાલિકા કેટલો ઘટાડો કરે છે કે પછી બિલની રકમ યથાવત્ રહે છે તે જોવું અતિ મહત્વનું રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.