- હેવન ડ્રિમ વેલનેસ સ્પાની આડમાં ચાલતું હતું કુટણખાનું
- ગ્રાહકો પાસેથી કમીશન લેતા હોવાનું પોલીસ તપાસમાં આવ્યું સામે
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા હેવન ડ્રીમ વેલનેસ સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હોવાની માહિતીને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્પાના સ્થળે તપાસ હાથ ધરતા ગોરખધંધા ચાલતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જે બાદમાં ક્રાઇમ બ્રાંચની ટીમે સ્પાના સંચાલક સન્ની ભોજાણીની ધરપકડ કરી છે.
સંચાલક સની ભોજાણી તેના હેવન ડ્રીમ વેલનેસ સ્પામાં બહારની સ્ત્રીઓને રાખી વેશ્યાવૃત્તિ માટે ગ્રાહકો પાસેથી પૈસા લઈ કમિશન મેળવતો હતો. સની વેશ્યાવૃત્તિની પ્રવૃત્તિ કરાવી ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવી કમાણી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. સંચાલક સની ભોજાણી ગ્રાહકો પાસે વધુ રૂપિયા વસૂલ કરીને મહિલાઓને ઓછા પૈસા આપતો હતો.
આરોપી સની ભૂતકાળમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ચોપડે પણ ચડી ચૂક્યો છે ત્યારે પણ તે આ જ પ્રકારનો ગોરખધંધો ચલાવતો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો ધમધમી રહ્યો છે. અવારનવાર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, એસોજી તેમજ સ્થાનિક પોલીસ દ્વારા સ્પામાં ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે.
નોંધનીય છે કે થોડા સમય પૂર્વે અનલૉકમાં છૂટ ન હોવા છતાં સ્પા સંચાલકોએ કોઈની મંજૂરી વગર સ્પાના હાટડીઓ શરૂ કરી દીધી હતી. આ બાબતે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના આદેશ બાદ શહેરભરમાં ધમધમતાં તમામ સ્પા સંચાલકો વિરૂદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.